Nation on the March

Nation on the March
Nation on the March

Jul 22, 2012

"પવિત્ર શ્રાવણ મહિનોઅને અને પવિત્ર રમઝાન મહિનો "

"પવિત્ર શ્રાવણ મહિનો આજથી અને  અને પવિત્ર  રમઝાન  મહિનો આવતી કાલ થી શરુ થઇ રહ્યા છે."
આટલું વાચ્યું ત્યાં તો મારો કાયમ નો પસ્તી-ભંગાર વાળો યુવાન  ' એહ  જેવા એકાક્ષરી અવાજ નો  ચિર પરિચિત  લહેકામાં મારી શેરીમાં મારા ઝાંપેસાદ પાડે  છે
તરત જ  ચા -નાસ્તા પછીનું અમારું દૈનિક  છાપાનું વાંચન મુલતવી રાખી હું તેને મારા કંપાઉંડ
માં આવવા કહું છું. પસ્તી રાખવાના ખાના માં જગ્યા રહી નથી. એકાદ  છાપું અંદર નાખીએ તો તરત બહાર આવે છે. માટે જેટલી પણ હોયભાઈઆજે પસ્તી લઇ જાઓ."
તેનું નામ મેં  કદી પૂછ્યું નથી. અબ્બાસ કે ઝાકીર એવું કઈ હશે. મારે મન તો બધા  રામ રહીમ જ છે.  તે ઠેઠ  કંપાઉંડ ના ગેટ પાસે સેન્ડલ ઉતારીને મકાનના  પાછળના બારણે જવા ડગલું માંડે છે. પસ્તી ક્યાં રાખીએ છીએ તેની એને ખબર છે.
હું ટકોર કરું છું. " આંગણું વરસાદ માં ભીનું થયું છે. સેન્ડલ પહેરી રાખો.  ઉપર ઓટલે આવો ત્યારે  ઉતારો તે ઠીક છે .હમણા ઉતારશો નહિ. " 
બે વાર કહ્યું એટલે મારું માનીથોડું મરકીઅંદર આવ્યોં. ઘરના પાછળના ભાગે   ગયો અને  ઢગલો પસ્તી ઊંચકી લાવ્યો. હું બેઠો હતો તે ખુરસી પાછળ કાર પાર્કિંગમાં જમીન પર ઉભડક બેસી વજન કાંટા ની સાંકળ સરખી કરી તોલવાની તૈયારી તેણે શરુ કરી. 
રોજના  નિયમ પ્રમાણે અમે દંપતી ઘરની આગળના ભાગે આવેલા ઓટલે - હિંચકે બેસીએ અને હું વનિતાને  છાપાંમાંથી તે દિવસના યા તો જરૂરી અને જાણવા જેવા અથવા તો   પછી  રસપ્રદ પણ બિન-જરૂરી સમાચાર વાંચી સંભળાવું. માનવ  સ્વભાવને તેમજ સમાજને લગતા અચ્છા બુરા ચીલા-ચાલુ સમાચારથી પાનાંઓ ઉભરાતા હોય.   અઠવાડિયા માં પાંચેક જેટલી પૂર્તિઓ પણ છાપા  સાથે મફત આવે ત્યારે તેમાંથી વધારે સારું અને વધુ ઉપયોગી વાંચન મળે.
આજના અમારા નીરસ વાંચન-ક્રમમાં  પોતાના  આગમનથી  ભંગ પડ્યાની પસ્તીવાળા ને જાણે ખબર પડી ગઈ હતી.  એણે  પૂછ્યું: " ખાસ શું સમાચાર વાંચ્યા?". મેં કહ્યું: " તમારો રમઝાન અને અમારો શ્રાવણ શરુ થઇ રહ્યા છે તેની વાતો વાંચી. દશામાં ની મૂર્તિઓ બજાર માં આવી ગઈ છે તેના ફોટા જોયા." 
તેની સચ્ચાઈ અને પ્રામાણીકતા અમે જાણતા હતા. એટલે હવે  પૂછવાનો વારો મારો હતો:      " તમે તો રોજા  રાખવાના   છો  ને?" તેણે કહ્યું: "ના. આપણો ધંધો જ એવો છે  એટલે રોજા નથી રાખતો". 
મેં આવો, તેના ભંગાર જેવો જવાબ સ્વીકારવાને  બદલે  પૂછવાનું ચાલુ રાખ્યું: " વરસાદી ઠંડક ની મોસમ છે અને ક્યાં તમારે બહુ આઘે સુધીની  રખડપટ્ટી હોય છેઆ વરસે તો બધાને  ઘણું  સહેલું પડશેખરું ને? "  મેં ખુશી દર્શાવી.
વનિતા પણ હવે ખુરસી માં બેઠા બેઠા ફૂલ છોડ પર નજર ફેરવતી હતી તે  છોડી અમારી વાતોમાં રસ લેતી થઇ. કહે:  "અરે, એવો તો વળી કેવો ધંધો છે તારો  કે રોજા  રાખવામાં એ નડતર રૂપ બને?" પોતાનાથી ઉમરમાં નાના અને અમારે ત્યાં રોજ આવતા  ફેરિયાઓ સાથે એને એક-વચનમાં વાત કરવાની એની જન-સામાન્ય ખાસિયત છે. 

"
બહેનઆખો દિવસ ધંધા માં ભાવ તાલ કરતાં કરતાં  કંઈ ને કંઈ જુઠું બોલી જ જવાય છે. ગ્રાહક ને સમજાવવાનું અને  સાચવવાનું પણ જરૂરી છે ને.  મારી આવી નાપાક કરણી હોય ત્યારે દર રોજ નો  રોજો   કેમ પળાય ?  એના કરતાં  હું તો મહિનામાં બે દિવસ રજા  રાખીનેઘેર બેસી ને બે રોજા રાખું છું તેમ આ  વખતે પણ કરીશ. એટલું પુરતું  છે અને વળી મને પોસાય પણ  છે."
મેં કદી તેને પસ્તી-ભંગાર નું  વજનભાવ કે હિસાબ પૂછ્યો નથી કે નથી તેણે આપેલા રૂપિયા   પૈસા ને ગણ્યા. ઘણી વખત વિના કામની ઘરની નાની નાની વસ્તુઓ હોય તે એને  વગર હિસાબ કર્યે લઇ જવાનું એને કહીએ. બહુ નાની રકમ હોય તો યાદ રાખી ને પછી જયારે મોટો હિસાબ કરવાનો થાય  ત્યારે જુનું બધું ઉમેરીને અમને યાદ કરાવીને તે વખતે પૈસે પૈસો ચૂકવી દે. 
આવો નેક દિલ યુવાન,  કેવો તો નિખાલસ અને ખુદાથી ડરવાવાળો ! અહા!  કેવી ભક્તિ! કેવી સચ્ચાઈ!
અરે, કચવાતે મને  બોલાઈ જતું નાનું અમસ્તું અસત્ય પણ તેને યાદ રહે અને દિલમાં ખુંચે પણ ખરું ! અને તે પણ કોઈને છેતરવા માટે બોલાયેલું ના હોય પણ ફક્ત  પોતાનો વ્યાજબી ભાવ ખરેખર વ્યાજબી જ છે તેટલો  ભરોસો આપવા માટે કહેવાયું હોય.   વેપાર માં રોજ ચાલતું - તલ ભાર અસત્ય પણ એક પાક રોજા ને ના-પાક બનાવી દેવા માટે કાફી છે એવી ઊંડી અંતરસુઝ ખુદાએ પોતાના આ  નેક બંદાના દિલ મેં કેવી બેસાડી છે એ વિચાર માત્રે મન પ્રફુલ્લિત થઇ ગયું. પંડિતો ને પણ શરમાવે તેવી  આ દ્રઢ માન્યતા તેને બીજા બધા કરતા જુદો  માણસ બનાવી દેતી હતી.
નાની અમસ્તી તેની  એક રોજીંદી અને સામાન્ય  હરકત  પણ રોજા ની આમન્યા  જાળવવામાં બાધક હોય  છે તેમ તેનું દિલ કહે છે. પાક અને નાપાક વચ્ચેની બારીક પણ સુ-સ્પષ્ટ  ભેદ રેખા  તેના હૃદયમાં ભુસાઈ નથી.  પોતાની  ગરીબી અને નિરક્ષરતા કે અલ્પાક્ષરતા વચ્ચે પણમજુરી જેવા 'નિમ્ન  વ્યવસાય કરતાં કરતાં પણ તેના સંસ્કારો વાતાલાયા નથી  એ  વિચાર માત્રથી મેં  તેને મનોમન  સલામ કરી.  મારી આંખોમાં ઊતરી આવેલી એક વિશેષ ચમક,  થોડાં  ઝળઝળિયાં  વચ્ચે કોઈને ન  દેખાઈ જાય તેનું ધ્યાન રાખીને મેં રૂમાલ વાપરી લીધો.
 એ તો રોજો રાખ્યા  વગર પણ ખુશ  હતો. કારણ કે પોતાન ખુદા સાથે તેણે કોઈ  છેતરપીંડી નહોતી કરી. એને ક્યાં કોઈ ઢંઢેરો  પીટવાનો હતો? એને તો કોઈ પાણી પણ નથી પીવડાવતું હોતું એટલે  "સોરી,  મારો તો ઉપવાસ છે , સાહેબ !'  એવું કહીને આપ-બડાઈ કરવાની કોઈ તક  તો એને માટે  સુલભ હતી જ નહીં.
ઇનામ ન મળે તો કંઈ નહિ પણ ખુદાનો ગુન્હો તો નથી કર્યો તેનો સંતોષ  પણ તેના માટે પુરતો હતો. વળી બે દિવસ માટે  તો  તે પોતાની ટૂંકી રોજી ગુમાવીને  કાયદેસરનિયમબદ્ધ રીતે બે રોજા તો રાખવાનો છે જ એ  તેને માટે કાફી હતું.
ઉપવાસો રખાય  તેમાં કંઈ  ખોટું નથીપણ ભક્તિ ભાવ નું વાતાવરણ  આ સીઝન માં જયારે છલોછલ છે. એવા  સમયે ઓછા  વત્તા અંશે બાહ્યાચાર નું પ્રમાણ વિશેષ દેખાતું હોય છે. મોટા ભાગે આંતરિક શુદ્ધિ ની ક્યાય છાંટ સરખી  જોવાતી નથી. એ જ રોજીંદા કપટએ જ કાવા દાવાએજ લુચ્ચાઈ એ જ ભેળ-સેળએ જ ગોરખધંધાએ જ  જુઠાણાઓ એ જ ઠગાઈએજ ધાક ધમકીએ જ શોષણએ જ અત્યાચારએ જ આડંબરએ જ આત્મશ્લાઘાએ જ  ઢોંગ-ધતિંગએજ પ્રપંચો, .  વિગેરેવિગેરે બધું વ્રત ઉપવાસના દિવસે પણ ચાલતું રહે. મન ની શુદ્ધિ ન હોય તો પણ ચાલે. અરે દોડે! એક દિવસ માટે પણ આવા શુધ્દ્ધીકરણ માટેનો પ્રમાણિક પ્રયત્ન કરાવવાનો નહીંએક દિવસ પુરતું   સંયમશિસ્તવાળું અને નીતિપરાયણ જીવન જીવવાની હોંશ નહિતૈયારી નહિ, .. અરે જરૂરત પણ નહિ! આવા બગભગત  ની અશુદ્ધ જીવનચર્યા માં બિચારો ઈશ્વર પરાણે ભેળવાઈ  ને ( કે પછી ભેરવાઈને?)  પોતાના ભાગ્ય ને દોષ દેતો હશે , ખરું ને?

મંદિરો માં ભીડ વધતી જાય છેએક ટાણાફરાળશક્કરીયા વેફર, દૂધપેંડા, કેળાં, પપૈયાસફરજનવિગેરેની બોલ બાલા ઠેર ઠેર નજરે ચડે છે. શું શું ખવાય તેની નવી નવી માહિતીની ઘરોઘર આપ લે થતી રહે.  કોઈ કોઈ 'શુરવીરો'  ચતુર્માસ સુધી નો  લાં...બો કાર્યક્રમ રાખી દે છે અને  પછી આ બ્રેકીંગ ન્યુઝ નું રાત દિવસ પ્રસારણ કરતા રહેતા  હોય છે. ઘણા તો વળી એને  ડાયેટિંગ સાથે વણી લે  અને તેમને પોતાને  પણ ખબર કે ખાતરી નથી હોતી કે ઉપવાસ અને ડાયેટિંગ એ બે માંથી પ્રાથમિક શું  હતું અને  ગૌણ શું  હતું ! અથવા તો પછી ડાયેટિંગ ને ઉપવાસમાં ખપાવી ને ઈશ્વર ની ખુશામત પણ કરી લેવાતી  હોય છે. કહ્યું છે ને એક કાંકરે બે પક્ષી. આ તો એક કાંકરે એક પક્ષી અને એક ઈશ્વર.વાહ ભાઈ વાહ !
પસ્તીવાળાના ગયા પછી મેં વનિતા ને  કહ્યું: " યાદ છે?  ઈલોરા ની ગુફાઓથી માત્ર ૩ કી.મી.ના અંતરે આવેલી ખુલ્દાબાદ ખાતે આપણે  એક અતિ  યાદગાર કબર જોઈ હતી ?"
મારી યાદદાસ્ત મને ભૂતકાળ માં દોરી ગઈ.
થોડા વર્ષો પહેલાં અમે સપરિવાર શિરડી, ઔરંગાબાદ, ઈલોરા ના પ્રવાસે ગયા હતા. એ પ્રસિદ્ધ ગુફાઓ થી ૩ કી.મી. દુર આવેલા  ખુલ્દાબાદ ખાતે, ખુલ્લા આકાશ નીચે એક અતિ સામાન્ય   કબર અમે જોઈ. એટલી બધી તો સામાન્ય કે એના મર્હુમ 'માલિક'  કબરને  પથ્થર થી ઢાંકવાની પણ ની ના પાડતા ગયેલા.  કબરની ઉપરની એ ખાલી જગ્યામાં  એકાદ ડમરા નો છોડ ઉગેલો હતો અને સર્વત્ર એનો વિશિષ્ટ પમરાટ  સમગ્રપણે સાડા અને  પવિત્ર વાતાવરણ ને વધુ પવિત્ર બનાવી રહ્યો હતો.    ખુદાનો એ પ્યારો  બંદો પોતાના ઈ.સ . ૧૭૦૭ માં થયેલા  મ્રત્યુ થી   પણ  લગભગ ૩૭૫ વર્ષ  અગાઉ  અવસાન પામેલા એક  સુફી સંત શેખ બુર્હામ્મુદ્દીન ગરીબ ની દરગાહ  ના પટાંગણમાં  , જાણે કે તેમના આશ્રયે, નિશ્ચીંતપણે,  સંપૂર્ણ સાદગી ભેર આરામ  ફરમાવતો હતો.
નવા પર્યટકો માટે કુતુહલ બની રેઅહેલી આ ખુલ્લા આસમાન નીચે ઠંડી ઋતુમાં થરથરતી, વરસાદમાં ભીંજાતી અને તડકા માં તપતી આ કબર આવી કેમ છે?
ગાઈડ કહે: .  " મારી કબર માટે ૮ રૂપિયાથી વધારે રકમ ખર્ચશો નહિ" એવી કબરના 'માલિકે' - અથવા કહો કે 'ભાડુઆતે' - ખાસ તાકીદ કરેલી. કારણ  ?  કારણ માત્ર એટલું જ કે તેણે આવા પાક, અવ્વલ મંઝીલ ની રાહ પર જવાના કાર્ય માટે સરકારી ખઝાના માંથી એક કાનો પૈસો પણ  નહોતા વાપરવો. સરકારી ખર્ચે સુખડનો પોતાનો અગ્નિદાહ અને સ્મારક માટે પ્રાઇવેટ પ્લોટ ભિખારી ની જેમ માગતા રહેતા દિલ્લી ખાતેના વિઆઇપિઓને આ વાત સમજાશે નહી.
પોતાના રોજના 'કાર્ય' માંથી તે કબર માં સુતેલો ભાડુઆત , સમય બચાવીને  રાત્રે પવિત્ર કુરાન-એ-શરીફ ની હસ્ત લિખિત નકલ બનાવી , થોડું કમાઈને,  પોતાની કબર માટે રકમ  એકઠી કરતો રહેતો . પછી એને મનમાંને મનમાં ભય લાગ્યો - કે જો જરા સરખી પણ ભૂલ મારાથી થઇ ગઈ હશે  અને મારી હસ્ત-લિખિત નકલમાં એકાદ   વાક્ય ખોટું,  એકાદ  શબ્દ પણ ખોટો લખાયો હશે તો ?વાંચનાર માટે તો  મારે કારણે અર્થ પણ અનર્થ બની જશે! . એવી હરામની કમાણી તરત  તેણે બાજુએ હડસેલી દીધી. હવે તેણે પાકટ ઉમરે, નવેસરથી ટોપી સીવવાનું કામ હાથમાં લીધું અને મ્રત્યુ પર્યંત  તેના દ્વારા એ માત્ર આઠ રૂપિયા બચાવી શક્યો. એટલે કબર એટલામાંથી જ ચણવાની હતી.   

અમારા ગાઈડે અ બધું સમજાવ્યું ત્યારે માન્યામાં ન આવ્યું કે મેં અને તમે  ઇતિહાસના પાઠ વાંચીને  જેને એક ક્રૂર, નિષ્ઠુર, નીરસ રાજવી તરીકે ઓળખ્યો હતો એની અ કબર? જેના  જમાનામાં  શાહી ખજાના ની આવક ભૂતકાળમાં કદીયે ના હોય તેટલી  - એટલે કે વિક્રમ જનક  અધધધ ૧૦ કરોડ પાઉન્ડ અથવા  (ત્યારના વિનિમય  મૂલ્ય અનુસાર) ૧૦૦ કરોડ  રૂપિયા હતી - તેવા મુઘલીયા સલ્તનત ના આલમગીર  ઔરંગઝેબ  (૧૬૧૮-૧૭૦૭) ની આ  કબર હતી!
આવો બાદશાહ અને ટોપી સીવે? 
ઔરંગઝેબે ૮૯ વર્ષના આયુષ્યમાં  મ્રત્યુ પર્યંત   શાસન  કર્યું હતું  -પુરા ૪૯ વર્ષ સુધી.  અને છતાંય રાજ-કાજની  વ્યસ્તતા દરમ્યાન પણ પવિત્ર કુરાન ની હસ્ત-લિખિત નકલ બનાવવાનો   અને ટોપી સીવવાનો સમય કાઢીને પોતાની આત્માના અવાજને અનુસરી,   તેણે પોતાની અંતિમ યાત્રાના  ખર્ચની આપ-કમાઈમાં અને પાક-કમાઈ થી   જોગવાઈ કરી! . તેના પૂર્વજો પૈકી ઘણા મુઘલ   સમ્રાટ ઠેકઠેકાણે  ભવ્ય ઈમારતો માં સરકારી ખર્ચે દફનાયેલા સુતા છે. પણ આ તો  વિશિષ્ટ બાદશાહ હતો . એણે આ આત્મા ના ઉત્કર્ષ માટે, પવિત્ર સ્વર્ગારોહણ  પુરતી ગરીબી અપનાવી હતી.
પરંતુ એનો આત્મા ક્યાં ગરીબ હતો? ખુદા નો એ પ્યારો બંદો , અને મશહુર ઓલિયા- સુફી સંત હઝરત નીઝામુદ્દીન સાહેબ નો આ પ્યારો  મુરીદ  -પોતાની કબર ની પાસે એક તકતીમાં કલાત્મક  શૈલીમાં પર્શિયન ભાષામાં લખાણ  લખાવી ગયો છે  કે " આ ધરતી સાથે એકાકાર બનીને હું અહી સુતો છું માટે મારા ઉપર સંગે મર્મર બિછાવી ને મને આકાશથી અળગો ના કરશો".
વળી યાદ આવી ગયી પ્રસિદ્ધ ગઝલની બે પંક્તિઓ - તેના જ વંશ વારસદાર , આખરી મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર  બીજાએ , વતન થી દુર, ઠેઠ રંગૂન ની  ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જેલ માં બેસીને લખી હતી  कितना  है  बदनसीब  ज़फर  दफन  के  लिए  दो  गज  ज़मीन भी. मिल न सकी कुए यार में. ".  દિલ્હી માં દફન પામવાની તેની ખ્વાહીશ અધુરી જ રહી અને રંગૂન ની માટી માં તેણે  વિશ્રામ લીધો. તેની અસુરક્ષિત અને ઉપેક્ષિત   કબર ઉપર  ખુબ ઘાસ અને વેળા પાંદડા ઉગી ગયેલા અને ઓળખાય નહિ એવી હાલત માં તેનો વર્ષો પછી , ખોદકામ  અને શોધ ખોળ કરીને  જીર્ણોદ્ધારકરવા માં આવેલો .
એ પણ એક ખ્વાહીશ રંગૂનમાં  હતી અને આ પણ એક ખ્વાહીશ જે ખુલ્દાબાદ માં હતી. બધા aramaano તો ક્યાં પુરા થતા હોય છે. મિર્ઝા ગાલીબ નું માનીએ તો हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले मेरे अरमाँ, लेकिन फिर भी कम निकले !
પસ્તીવાળાના ગયા પછી એક લારી શક્કરીયા અને બટાકા અને કેળા વિગેરે  વેચવા આવી અને  તેની આસપાસ  થોડા દિવસ માટે ના  હંગામી ઉપવાસી ધાર્મિકો  ફેરિયા સાથે ભાવ-તાલ માં પોતાની નિપુણતાનો ઉપયોગ કરીને પોતાના સુખદ સ્વર્ગારોહણ ને વિષે આશ્વસ્ત બનવા પ્રયત્નશીલ  જણાયા . નુકશાન થાય તો સામેવાળાનું  જ થવું જોઈએ એવી ઘણાની જાણે કે  પ્રતિજ્ઞા હોય છે.
યાદો ની પેલી પાક,  પવિત્ર ભીનાશ અનુભવી રહેલ આંખો માં ખુંચીને  ખલેલ  પહોંચાડતા આ દૃશ્ય ને  અવગણી ને મેં  તરત મારું  માન હટાવી લીધું અને અનુસંધાન ફરીથી જ્યાં હતું ત્યાં જ જોડ્યું.
મારા પસ્તીવાળા અને એ ખુદાવિંદ બાદશાહ માં કેટલું સામ્ય છે એ તો બુદ્ધી નું ત્રાજવું તોળતું  રહ્યું પણ ફરી એક વાર   આંખો છલકાઈ ઉઠી અને ત્રાજવું નેકી તરફ નમી ગયું .
દંભી બાહ્યાચારનું અને  દેખાવ  પુરતા  ઢોંગ  રચનારાઓનું  પલ્લું - ભલે તે રામ નું હોય કે રહીમ નું, મારા મનોવિશ્વના ચિદાકાશમાં આંચકા સાથે  ઉંચે ઉંચે  ક્યાંય ફેંકાઈ ગયું હતું .